Video: આ ક્રિકેટરને આવ્યો એટલો ગુસ્સો કે ખુરશી પર ફટકાર્યું બેટ, જાણો પછી શું થયું....
abpasmita.in | 19 Feb 2019 10:12 AM (IST)
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ રવિવારથી શરૂ થઈ રહેલ સીરીઝ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિંચને ફટકાર લગાવી છે. મેલબોર્ન સ્ટાર્સ વિરૂદ્ધ કેએફસી બિગ બેશ લીગ (BBL)ની ફાઈનલમાં મેલબોર્ન રેનેગેડ્સના કેપ્ટન ફિંચ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોડ ઓફ કંડક્ટ લેવલ 1ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. 32 વર્ષના આ ઓપનિંગ બેટ્સમેન પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આચાર સિંહાના અનુચ્છેદ 2.1.2ના ઉલ્લંઘનનો આરોપ હતો, જે મેચ દરમિયાન મેદાનમાં લગાવવામાં આવેલ ઉપકરણ અને અન્ય સામાનને નુકસાન પહોંચાડવા સાથે જોડાયેલ છે. બીબીએલ ફાઈનલ દરમિયાન ફિંચે પ્લાસ્ટિકની ખુરશી પર બેટ ફટકારીને પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ફાઈનલમાં તે 13 રન બનાવીને દુર્ભાગ્યપૂર્ણ રીત રન આઉટ થયો હતો.