ક્રેડાઈના અધ્યક્ષ જે શાહે નિવેદનમાં કહ્યું છે કે, શોકમાં ડૂબેલા પરિવારનું સમર્થન કરવા માટે ક્રેડાઈએ શહીદોને પોતાના રાજ્ય અથવા શહેરમાં બે રૂમનું ઘર આપવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમણે કહ્યું કે, સંગઠનના તમામ 12500 સભ્ય દુખી પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. ક્રેડાઈ, ભારતમાં પ્રાઈવેટ રીયલ એસ્ટેટ ડેવલપર્સનું મુખ્ય સંગઠન છે. આમાં દેશભરના 23 રાજ્યો અને 203 શહેરોની 12000થી વધારે કંપનીઓ સામેલ છે.
જો તમે પણ સેનાના જવાનોની મદદ કરવા માંગો છો તો, સરકારની વેબસાઈટ અને એપ Bharat Ke Veer દ્વારા ડોનેશન આપી શકો છો. સેનાની મદદ માટે ગૃહ મંત્રાલય તરફથી વર્ષ 2017માં Bharat Ke Veer વેબસાઈટ અને એપને લોન્ચ કરવામાં આવી હતી. આ દ્વારા તમે એક શહિદ પરિવારને 15 લાખ રૂપિયા સુધીનો ફાળો આપી શકો છો. આ વેબસાઈટ અને એપને લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે, દેશની પ્રજા ફાળો કરી જવાનોના પરિવારોની મદદ કરી શકે.