એબી ડીવિલિયર્સના આ 5 રેકોર્ડને ‘સુપરમેન’ પણ ન તોડી શકે, જાણો વિગત
એબી ડીવિલિયર્સ 78 ટેસ્ટ ઇનિંગ સુધી શૂન્ય પર આઉટ નહોતો થયો. આ રેકોર્ડ કોઇ પણ બેટ્સમેન માટે પડકારજનક છે.
એ બી ડિવિલિયર્સને હાલના સમયમાં સૌથી વિસ્ફોટક બેસ્ટમેન ગણવામાં આવે છે, જે અસામાન્ય રીતે બોલને બાઉન્ટ્રીની પાર કરી શકે છે. ડિવિલિયર્સના કેટલાક શોટ્સ તો ક્રિકેટ તજજ્ઞોને પણ વિચારતા કરી મૂક્યા છે, ડિવિલિયર્સ ગ્રાઉન્ડમાં તમામ દિશાઓમાં શોટ્સ લગાવી શકે છે, એટલા માટે જ તો ક્રિકેટ ફેન્સ તેને 360 ડિગ્રી કહીને બોલાવતા હતા.
ડીવિલિયર્સે 3 વર્ષ પહેલા સૌથી ઝડપી સદી ફટકારી એટલું જ નહીં તેણે આ ઇનિંગ દરમિયાન સૌથી ઝડપી અડધી સદી, સૌથ ઝડપી સદી અને સૌથી ઝડપી 150 રન બનાવવાનું કારનામું પણ કર્યું. એક ઇનિંગમાં તેનો આ રેકોર્ડ શક્ય અશક્ય છે.
ડીવિલિયર્સ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે સિક્સ ફટકારનારો કેપ્ટન છે. 2015માં ડીવિલિયર્સે કેપ્ટન તરીકે એક વર્ષમાં વનડેમાં 50 અને ટેસ્ટમાં 10 સિક્સ ફટકારી હતી.
ડીવિલિયર્સે ડેબ્યૂ બાદ સતત 98 ટેસ્ટ રમી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે અને તેને તોડવો અશક્ય છે.
એબી ડીવિલિયર્સે વર્ષ 2015માં માત્ર 31 બોલમાં સદી ફટકારી હતી. આ સદી દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 338.63 હતો. 100 રનની ઈનિંગ રમનારા કોઈપણ બેટ્સમેનોમાં આ સૌથી શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ છે. આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.
કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડીવિલિયર્સે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. 2004માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનારા ડીવિલિયર્સે 420 મેચ રમી 20,014 રન બનાવ્યા. તેણે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચ રમી છે. જેમાં કુલ મળે 47 સદી અને 109 અડધી સદી ફટકારી છે. ડીવિલિયર્સે ક્રિકેટ કરિયર દરમિયાન અનેક આક્રમક અને આકર્ષક ઈનિંગ રમીને રેકોર્ડ બનાવ્યા પરંતુ આ બેટ્સમેનના નામે 5 એવા રેકોર્ડ છે, જેને તોડવા કદાચ અશક્ય છે.