ઝહિર ખાન અને સુનીલ શેટ્ટી શરૂ કરશે IPL જેવી આ ખાસ ક્રિકેટ લીગ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Dec 2018 08:33 AM (IST)
1
આ ટીમો 15 ઓવરની ક્રિકેટ રમશે. દરેક ખેલાડીને ભાગીદારી ફી તરીકે 15 લાખ રૂપિયા મળશે, ઉપરાંત વિજેતા ટીમને આકર્ષક પુરસ્કાર આપવામાં આવશે.
2
એફસીબીમાં 16 ટીમો હશે જે દેશના જુદાજુદા વિસ્તારોનુ પ્રતિનિધિત્વ કરશે. પંદર વર્ષથી વધારે ઉંમરના ખેલાડીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનું સિલેક્શન કરવામાં આવશે.
3
4
આ લીગનો ઉદેશ્ય દેશનો સૌથી એમ્ચ્યૉર અને પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવાનો છે. ટીમોને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રખ્યાત ક્રિકેટર કૉચિંગ આપશે.
5
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ફાસ્ટ બૉલર ઝહીર ખાન અને બૉલીવુડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીએ ફેરિટ ક્રિકેટ બેશ (એફસીબી) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ક્લબમાં દેશભરના એમ્ચ્યૉર ક્રિકેટરો માટે પહેલી નેશનલ લેવલની ક્રિકેટ લીગ હશે.