મુંબઈ: ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ અન્ય ખેલાડીઓની જેમ નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટાનકોવિચની સાથે એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હાર્દિક પંડ્યા નતાશાનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. હાલ બન્નેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જે તસવીર શેર કરી છે તેમાં હાર્દિકે નતાશાનો હાથ પકડેલો છે. હાર્દિક પંડ્યાએ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ફાયરવર્કની સાથે નવા વર્ષની શરૂઆત. તેની સાથે જ હાર્દિકે હાર્ટનું ઈમોજી પણ બનાવ્યું હતું. તસવીર પોસ્ટ કરતાં જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને અભિનંદન પાઠવી રહ્યાં હતાં.


સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને નતાશાને લઈ ઓગસ્ટ 2019થી ચર્ચાઓ ચાલી રહી છે. બંનેને અનેકવાર એક સાથે સ્ટેપ પણ થયા છે. સુત્રો પ્રમાણે, નતાશા હાર્દિકના પરિવારને પણ મળી ચૂકી છે. જોકે, બંનેમાંથી કોઈએ રિલેશનશિપને લઈને સ્પષ્ટપણે કોઈ નિવેદન આપ્યું નથી. હવે આ તસવીર સાથે બંનેના સંબંધોને ઓફિશિયલ માનવામાં આવી રહી છે.