મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ લૉકલ માર્કેટમાં કપડાં વેચી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નોરા ફતેહી બેન્કૉકની ગલીઓમાં લૉકલ માર્કેટમાં ઢગલામાં કપડાં વેચી રહી છે. વીડિયો જોઇને લોકો આશ્ચર્ચ ચકિત થઇ રહ્યાં છે કે નોરા આ શું કરી રહી છે.
વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ખાનની હીરોઇન નોરા ફતેહી જમીન પર બેસેલી છે, અને લોકોને કપડાં બતાવી રહી છે. તેને પીચ કલરની ટીશર્ટ અને શોર્ટ્સ પહેર્યુ છે, તેની આસપાસ કપડાંનો ઢગલો પડ્યો છે, તે લોકોને કપડાં વેચી રહી છે. નોરા ફતેહી ગ્રાહકોને કપડાં બતાવીને ભાવતાલ પણ કરતી દેખાઇ રહી છે. ખાસ વાત એ છે કે નોરા ત્યાંની લૉકલ લેગ્વેજમાં લોકો સાથે વાત કરી રહી છે. નોરા ફતેહીનો આ સેલ્સમેન અવતાર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક્ટ્રેસ નોરા ફતેહી ફિલ્મ ભારતમાં સલમાન સાથે જોવા મળી હતી.