પિતાનું મૃત્યુ થયુ હોવા છતાં મેદાન પર આવ્યો આ ખેલાડી ને ટીમને અપાવી જીત, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેલબોર્નઃ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન માટે વર્ષ 2018 શાનદાર રહ્યું. રાશિદે આઇપીએલમાં સનરાઇઝર્સ ટીમની સાથે પોતાના દેશની ટીમ અફઘાનિસ્તાનને અનેક યાદગાર જીત અપાવી છે. તેને છેલ્લે 2018ને તે જ જઝ્બા સાથે પુરુ કર્યુ.
બિગબેશ લીગ અંતર્ગત એડિલેડ સ્ટ્રાઇકર્સ ટીમ તરફથી રાશિદ ખાને સોમવારે સિડની થંન્ડર્સની સાથે રમાયેલી મેચમાં બે વિકેટ લઇને જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી.
એટલું જ નહીં પિતાને ગુમાવ્યાના દુઃખ વચ્ચે પણ રાશિદ ખાને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ, અને મેચ જીતાડી પણ દીધી. તેને પિતાના દેહાંતના સમાચાર ટ્વીટર દ્વારા આપ્યા હતા.
પરંતુ રવિવારનો દિવસ રાશિદ ખાન માટે માતમનો રહ્યો, તેને તેના પિતાને ગુમાવ્યા. આ દુઃખદ સમાચાર મળવા છતાં આ અફઘાની ખેલાડી રાશિદ ખાને મેચ રમવાનો નિર્ણય લીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -