અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કર્યું કારનામું, સૌછી ઓછી વયે ICC રેન્કિંગમાં પહોંચ્યો ટોપ પર
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનનો સ્પિન બોલર રાશિદ ખાન હાલ જોરદાર ફોર્મમાં છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી શ્રેણીમાં અફઘાનિસ્તાનની 4-1થી જીતમાં રાશિદે 16 વિકેટ લઈ પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો. 19 વર્ષનો આ યુવા લેગ સ્પિનર વનડે રેન્કિંગમાં સંયુક્ત રીતે નંબર-1 બની ગયો છે. ભારતના જસપ્રીત બુમરાહ અને રાશિદ ખાન બંનેના એક સમાન 787 પોઇન્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા અને પુરુષ બંનેમાં સૌથી ઓછી વયે ટોપ પર પહોંચી હોય તેવી વેસ્ટ ઇન્ડિઝની સ્ટેફેની ટેલર એકમાત્ર ક્રિકેટર છે. ટેલરે 6907 દિવસની વયે 2010માં ટી-20 ઇન્ટરનેશનલ બેટિંગમાં ટોચ પર પહોંચી હતી.
વન ડે ઓલરાઉન્ડરમાં સૌથી ઓછી વયે ટોચ પર પહોંચવાનો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસને બનાવ્યો છે. શાકિબે 2009માં 7976 દિવસની વયે આ સિદ્ધિ નોંધાવી હતી.
રાશિદ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સકલેન મુશ્તાકના નામે હતો. સકલેન મુશ્તાક 1998માં 7683 દિવસની વયે ટોપ પર પહોંચ્યો હતો.
ટેસ્ટમાં સૌથી ઓછા દિવસોમાં ટોપ પર પહોંચવાનો રેકોર્ડ ભારતના સચિન તેડુંલકરના નામે છે. સચિને 1994માં 7878 દિવસની વયે આ રેકોર્ડ બનાવ્યો હતો.
પુરુષોના કોઈપણ ICC રેન્કિંગ (બોલિંગ, બેટિંગ, ઓલરાઉન્ડર)માં સૌથી ઓછી ઉંમરમાં ટોપ પર પહોંચવાની વાત કરવામાં આવે તો રાશિદે આ રેકોર્ડ તેના નામે કરી લીધો છે. રાશિદ 7092 દિવસની વયે જ ઉપલબ્ધિ હાંસલ કરનારો ક્રિકેટર બની ગયો છે.
ICC રેન્કિંગમાં ભારતના જસપ્રીત બુમરાહ અને રાશિદ ખાન બંનેના એક સમાન 787 પોઇન્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -