જેના પર ભારતના યુવાનો ફિદા છે તે પ્રિયા આ ભારતીય ક્રિકેટરની છે ફેન, જાણો કોણ છે તે
નવી દિલ્હીઃ આંખ મારીને બધાને દીવાના કરનાર મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. તેની ફિલ્મના એક ગીતની ક્લિપિંગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા બાદ તે ફેમસ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાએ એક મીડિયાને આપેલી મુલાકાતમાં તેના ફેવરિટ ક્રિકેટર અંગે વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તે ફેન છે. ધોની હાલ સાઉથ આફ્રિકા સામે ટી-20 શ્રેણી રમી રહ્યો છે.
પ્રિયા પ્રકાશ વારિયાર કેરળના ત્રિચુરમાં રહે છે અને તેના પિતા સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. તેના પરિવારમાં પ્રિયાની માતા, નાનો ભાઈ અને દાદા-દાદી પણ છે. તેની આ પહેલી ફિલ્મ છે અને આ પહેલા તેણે ત્રણ શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
પ્રકાશની મલયાલમ ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ ત્રીજી માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મનું ગીત ‘માનિકા મલયારા પૂવી’ હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતનો વીડિયો વાઇરલ થયા બાદ પ્રિયા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
પ્રિયા હાલ માત્ર 18 વર્ષની છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બીકોમ ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. પોતાની ડેબ્યુ ફિલ્મમાં પણ તે એક સ્ટુડન્ટનું પાત્ર ભજવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા દિવસને દિવસે વધી રહી છે. 24 કલાકની અંદર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી ઉપર થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -