સર ડોન બ્રેડમન કરતાં પણ વધુ સરેરાશ છે યુવા ક્રિકેટરની, અમલાને માને છે આદર્શ
બહીર શાહ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાને આદર્શ માને છે. તેનું માનવું છે કે અમલા ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ શાંત દિમાગ રાખીને રમે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનના બહીર શાહે 1000 રન 121.77ની સરેરાશથી પૂરા કર્યા છે. જ્યારે ડોન બ્રેડમેને 95.14, ભારતના વિજય મર્ચેન્ટે 71.67 અને વેસ્ટ ઈન્ડિઝના જોર્જ હેડલીએ 69.86 રનની સરેરાશથી ફર્સ્ટ ક્લાસ મેચમાં 1000 રન પૂરા કર્યા હતા.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બ્રેડમેનની સરેરાશ 99.94 રનની છે. અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન બહીર શાહે હાલ બ્રેડમેનને બીજા નંબર પર ધકેલી દીધા છે. શાહની સરેરાશ 121.77 રનની છે.
બહીર શાહે ત્રીજી જ ઈનિંગમાં ત્રેવડી સદી ફટકારી હતી. સૌથી નાની ઉંમરમાં ત્રેવડી સદી ફટકારવાના મામલે પાકિસ્તાનનો જાવેદ મિયાંદાદ પ્રથમ નંબરે છે.
બહીર શાહ અત્યાર સુધીમાં 121.77ની સરેરાશથી 1000થી વધારે રન બનાવી ચુક્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેના દરેક પ્રદર્શન પર ક્રિકેટ પ્રેમીઓની નજર રહે છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બ્રેડમેનની સરેરાશ 99.94 રનની છે. અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન બહીર શાહે હાલ બ્રેડમેનને બીજા નંબર પર ધકેલી દીધા છે. શાહની સરેરાશ 121.77 રનની છે.
ક્રિકેટ વર્લ્ડમાં સર ડોન બ્રેડમેનનું નામ સૌથી વધારે આદર સાથે લેવામાં આવે છે. જેનું કારણ ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમની 100 રનની નજીકની બેટિંગ સરેરાશ છે. જે એક રેકોર્ડ છે. કોઈપણ બેટ્સમેનની બેટિંગમાં આટલી સરેરાશ જોવા મળી નથી. જોકે હવે એક યુવા બેટ્સમેને તેના રેકોર્ડને પડકાર આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -