નવી દિલ્હીઃ દેહરાદૂનના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આયરલેન્ડ સામે રમાયેલી બીજી T20માં અફઘાનિસ્તાને એક-બે નહીં પણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 278 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ટી20 ઈન્ટરનેશનલના ઇતિહાસમાં કોઈ ટીમે આટલો સ્કોર બનાવ્યો નથી. પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ 2016માં શ્રીલંકા સામે 3 વિકેટના નુકસાન પર 263 રનનો સ્કોર બનાવ્યો હતો.

T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ વિકેટની સૌથી મોટી ભાગીદારી

અફઘાનિસ્તાનના પહાડ જેટલા સ્કોરમાં તેના ઓપનરોનું મોટું યોગદાન હતું. હઝરતુલ્લાહ ઝઝઈ (162 રન અણનમ) અને ઉસ્માન ઘાની(73 રન)એ પ્રથમ વિકેટ માટે 236 રનની પાર્ટનરશિપ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વ્યક્તિગત સિક્સ

હઝરતુલ્લાહે 62 બોલમાં 11 ફોર અને 16 સિક્સની મદદથી અણનમ 162 રન ફટકાર્યા હતા. T20 ઈનિંગ્સમાં કોઇ એક ખેલાડી દ્વારા સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ પણ હઝરતુલ્લાહે બનાવ્યો હતો. આ પહેલા એરોન ફિંચે 14 છગ્ગા માર્યા હતા. આ ઉપરાંત તેણે T20 ઈન્ટરનેશનલનો બીજો સર્વોચ્ચ સ્કોર અને ટી20માં ત્રીજી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. 42 બોલમાં તેણે સદી મારી હતી.

ઈનિંગમાં સૌથી વધારે સિક્સ

અફઘાનિસ્તાને તેની ઈનિંગમાં કુલ 22 છગ્ગા માર્યા હતા. ઝેઝઈએ 16 અને ઉસ્મન ઘાનીએ 3 છગ્ગા માર્યા હતા. આ ઉપરાંત મોહમ્મદ નબીએ 2 તથા શફિઉલ્લાહ શફીકે પણ એક સિક્સ મારી હતી. આ રીતે ઈનિંગમાં કુલ 22 સિક્સ લાગી હતી. પહેલા આ રેકોર્ડ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના નામે (21-21 સિક્સ) સંયુક્ત રીતે હતો.

IPL 2019: દિલ્હી કેપિટલ્સે લોન્ચ કરી નવી જર્સી, પંતે આપી ધોનીને ચેલેન્જ

SAvSL: સાઉથ આફ્રિકાનો ઘરઆંગણે વ્હાઇટવોશ કરનારી પ્રથમ એશિયન ટીમ બની શ્રીલંકા, બીજી ટેસ્ટમાં 8 વિકેટથી આપી હાર

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું....