વાંચોઃ INDvAUS: આવતીકાલે પ્રથમ T20, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
કિસ્મત બદલવા માટે દિલ્હીની ટીમ ચાલુ સીઝનમાં નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલની 12મી સીઝન માટે નવી સત્તાવાર જર્સી આજે આજે લોન્ચ કરી હતી. ટીમની નવી જર્સી લાલ અને નીલા રંગની છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે આ અવસર પર કહ્યું કે, દિલ્હીની નવી જર્સી પહેરતા અમે ગર્વ અનુભવીએ છીએ. બ્રાંડનું આ નવું રૂપ ચાલુ સીઝનમાં ખિતાબ જીતવાની અમારી આશાને પૂરી કરી શકે છે. દિલ્હીની ટીમ સાથે જોડાયેલા દરેક લોકો માટે આ રોમાંચક સમય છે.
વાંચોઃ પુલવામા હુમલા બાદ ગુજરાતના કયા ક્રિકેટ એસોશિયેસને પાકિસ્તાનનું નામ હટાવ્યું, જાણો વિગત
દિલ્હી કેપિટલ્સે જર્સી લોન્ચના અવસર પર વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પડકાર પતો નજરે પડી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે આ વીડિયો ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, “માહી ભાઈ તૈયાર થઈ જાવ, રમત બતાવવા આવી રહ્યો છું.”