T-20ના વિસ્ફોટક બેટ્સમેનની ત્રણ વર્ષ બાદ ભારતની વન ડે ટીમમાં થઈ વાપસી, ધોનીનો છે ખાસ
અંબાતી રાયડૂએ આઈપીએલ-11માં શાનદાર પ્રદર્શન કરતાં 500થી વધુ રન ફટકાર્યા હતા. જેમાં એક સદીનો પણ સમાવેશ થતો હતો. જેના કારણે ત્રણ વર્ષ ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થઈ હતી, પરંતુ યો યો ટેસ્ટ પાસ ન કરી શકતાં બહાર થઈ ગયો છે. રાયડૂ આઈપીએલમાં આ વખતે ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેશ રૈના આઈપીએલ-11માં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો અને સારો દેખાવ કર્યો હતો. રૈનાને ધોનીનો ખાસ માનવામાં આવે છે.
રૈના ભારત માટે 223 વનડે મેચમાં 35.46ની સરેરાશથી 5,568 રન બનાવી ચૂક્યો છે. જેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી ફટકારી છે. જો રૈના વનડે સીરિઝમાં સારું પ્રદર્શન કરશે તો વર્લ્ડકપની ટીમમાં પણ તેનો સમાવેશ થઈ શકે છે.
રૈના ભારત માટે અંતિમ વનડે મેચ 25 ઓક્ટોબર, 2015ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. પરંતુ તે બાદ ટીમ ઈન્ડિયાની વન ડે ટીમમાંથી બહાર હતો.
ટીમમાં પસંદગી માટે કેદાર જાધવના નામ પર પણ ચર્ચા થઈ હતી પરંતુ તે સંપૂર્ણ ફિટ નથી. ટીમમાં સમાવેશ માટે મનીષ પાંડે અને કૃણાલ પંડ્યાનાની પણ ચર્ચા થઈ હતી પરંતુ 200થી વધારે વનડે મેચનો અનુભવ ધરાવનારો રૈના પ્રબળ દાવેદાર હોવાથી તેની પસંદગી કરવામાં આવી.
સુરેશ રૈનાનું ત્રણ વર્ષના લાંબાગાળા બાદ ભારતની વનડે ટીમમાં કમબેક થયું છે. ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે સુરેશ રૈનાની પસંદગી થઈ હતી.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના આધારભૂત ખેલાડી સુરેશ રૈનાને આઈપીએલમાં શાનદાર પ્રદર્શનનું ફરી એક વખત ઈનામ મળ્યું છે. ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ભારતીય ટીમના 15 જૂનના રોજ બેંગલુરુ સ્થિત એનસીએમાં થયેલા યો યો ટેસ્ટમાં અંબાતી રાયડૂ નિષ્ફળ ગયા બાદ તેના સ્થાને સુરેશ રૈનાની પસંદગી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -