રાશિદ ખાન બાળપણથી જ આ દિગ્ગજ ભારતીય સ્પિનરને કરે છે ફોલો, જાણો કોણ છે?
નવી દિલ્હી: આઈપીએલમાં પોતાની બોલિંગથી દબદબો કાયમ કરનાર અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાને ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં કઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. આ મેચ પહેલા અફઘાનિસ્તાને આશા હતી કે આઈપીએલની જેમ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે. પરંતુ તેવું બન્યું નથી અને ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ સીઝન 11માં રાશિદ ખાને જબરજસ્ત પ્રદર્શન કરતા 21 વિકેટ પોતાના નામે કરી હતી. રાશિદ ટી-20 ફોર્મેટમાં સૌથી શાનદાર બોલર માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આઈપીએલમાં રાશિદ ખાન શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પાસેથી ઘણું બધુ શીખી રહ્યો છે. પરંતુ મુરલીધરન રાશિદનો ફેવરિટ સ્પિનર નથી.
રાશિદ ખાને ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ટૉક શૉમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે કયા બોલરને જોઈને તે લેગ સ્પિન કરવાનું શીખ્યો. રાશિદ ખાને જણાવ્યું કે પહેલા તે બોલિંગ કરતા બેટિંગ વધારે કરતો હતો અને બોલિંગ તો પાર્ટ ટાઇમ જ કરતો હતો. તેના બાદ સાથી ખેલાડીઓએ અને તેના મિત્રોએ તેને બોલિંગ કરવાની સલાહ આપી હતી. રાશિદની બોલિંગ બેટ્સમેન સરળતાથી સમજી શકતા નહતા. આ જ કારણ છે કે કેપ્ટન તેને બોલિંગ વધારે કરાવતો હતો.
બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ ટૉક શૉમાં રાશિદે કહ્યું, તે બાળપણથી જ અનિલ કુંબલે અને શાહિદ આફ્રિદીનો ફેન છે. શેન વોર્ન વિશે પૂછવા પર તેમણે કહ્યું તેઓ ભલે વર્લ્ડના બેસ્ટ સ્પિનર રહી ચુક્યા હોય, પરંતુ મને તેજ ગતિથી બોલ નાખનાર કુંબલે અને આફ્રિદી જેવા સ્પિનર્સ વધારે પસંદ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -