સચિન તેંડુલકર, એમએસ ધોની બાદ હવે આ ક્રિકેટરના જીવન પર બનશે ફિલ્મ

સુશાંતે આશા વ્યક્ત કરી છે કે, આ ફિલ્મથી યુવાનોને પ્રેરણા મળશે. તેણે કહ્યું, ‘અમે સચિન અને ધોનીના જીવન પર બનેલી ફિલ્મોને જોઈ છે પણ કોઈ મહિલા ક્રિકેટરના જીવન પર બનનારી આ પહેલી ફિલ્મ હશે. અમે તે દરેક જગ્યાએ શૂટિંગ કરીશું જ્યાં ઝૂલન ક્રિકેટ રમી છે.’
ફિલ્મનું નિર્દેશન બંગાળી ફિલ્મ નિર્દેશક સુશાંત દાસ કરશે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરી દેશે. તેમણે કહ્યું, ‘ફિલ્મનું શૂટિંગ ચાકદહથી લોર્ડ્ઝ સુધી કરવામાં આવશે જેમાં ઝૂલનના પાત્રને પડદા પર ઉતારવા કેટલીક લાંબા કદની બોલિવૂડ હીરોઈન સાથે વાત કરી છે. અત્યારે કોઈ એક્ટ્રેસનું નામ ન લઈ શકું, કારણ કે હજુ ઓપચારિતાઓ બાકી છે પણ બોલિવૂડના મોટા નામો પર અમે ચર્ચા કરી રહ્યાં છીએ.’
ઝૂલન પર બનનારી બાયોપિકનું નામ ‘ચાકદહ એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે જેમાં ઝૂલનના ગૃહનગર નાદિયાથી 2017 મહિલા વિશ્વ કપ ફાઈનલની મેજબાની કરનાર લોર્ડ્સ સુધીની કહાની હશે. ભારતીય ટીમ આ મેચમાં હારી ગઈ હતી.
કોલકાતાઃ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે એક વધુ ક્રિકેટરના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ક્રિકેટર ભારતીય મહિલા ટીમના ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી છે.