ટ્રાઈના આ નિર્ણયની તમારા મોબાઈલ પર પડશે મોટી અસર, જાણો શું આવ્યો નવો નિયમ
જિઓ ‘બિલ એન્ડ કીપ’ (BAK) પદ્ધતિ વિકસાવવાની તૈયારીમાં છે. જેમાં કંપનીઓ એકબીજાના બદલે ગ્રાહકો પાસેથી વસૂલી કરી શકે છે. જિઓ વોઇસ કોલ માટે 4G આધારીત (VoLTE) ટેકનીકનો ઉપયોગ કરે છે. કંપનીનું કહેવું છે કે આઇયુસીની કોઇ જરૂરીયાત નથી કારણકે આઇપી આધારિત (ઇન્ટરનેટ પ્રોટોકોલ) મોડલ્સના વપરાશ તરફ આગળ વધી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિઓ વિરૂદ્ધ ત્રણે કંપનીઓ (એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર)એ કહ્યું હતું કે હાજર આઇયુસી 14 પૈસા/મિનિટ છે. જે પર વિચાર કરવાની જરુર છે. ગત વર્ષે જ્યારે રિલાયન્સ દ્વારા લાઇફટાઇમ મફત કોલનો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારથી આઇયુસી એક મુદ્દો બન્યો હતો. એવું માનવામાં આવે છે કે ટ્રાઇના આ નિર્ણયની સીધી અસર જિઓને થશે. એરટેલ, વોડાફોન અને આઇડિયા જેવા ટેલિકોમ ઓપરેટર્સ પર જિઓના અનેક આઉટગોઇંગ કોલ જાય છે.
આઇયુસી તે ફી હોય છે. જેને ટેલિકોમ કંપનીઓ તે અન્ય બીજી કંપનીઓને આપે છે જેના નેટવર્ક પર કોલ ખતમ થઇ જાય છે. આ ચાર્જ હાલ 14 પૈસા/મિનિટ છે એટલે કે હાલમાં રહેલી ટેલિકોમ કંપનીઓની એવરેજ કોલ કોસ્ટ આશરે અડધી. ભારતી એરટેલ, આઇડિયા અને વોડાફોન જેવી કંપનીઓ ઇન્ટરનેશનલ શુલ્ક વધારવાની માંગ કરી રહ્યાં હતાં. જોકે, રિલાયન્સ જિઓએ તેને પૂરી કરવાની વાત કરી હતી.
નવી દિલ્હીઃ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા માટે સારા સમાચાર છે. ટૂંકમાં જ કોલ દર સસ્તા થઈ શકે છે. ટેલીકોમ નિયામક ટ્રાઈએ મંગળવારે મોબાઈલ ઇન્ટરકનેક્શન ઉપયોગ ચાર્જ (આઈયૂસી)ને 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા પ્રતિ મિનિટ કરવાનો નિર્ણય કર્યો છે. મોબાઈલ કંપનીઓ જો આ ઘટાડાનો લાભ ગ્રાહકોને આપે તો કલ દર ઘટી શકે છે. નિયામકના આ નિર્ણયનો લાભ નવી કંપની રિલાયન્સ જિઓને મળવાની ધારણા છે. જ્યારે મોબાઈલ કંપનીઓના સંગઠન સીઓએઆઈએ આ નિર્ણયને અનર્થકારી ગણાવતા કહ્યું કે, તેની વિરૂદ્ધ તેઓ કોર્ટમાં જઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -