નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેટલીક ઘટનાઓ એવી બની જાય છે, જે બધાને ચોંકાવી દે છે, કેમકે ક્રિકેટ અનિશ્ચિતતાનો ખેલ છે. આવી જ ઘટના યૂરોપિયન ક્રિકેટ સીરીઝ દરમિયાન ઘટી છે. યૂરોપિયન ક્રિકેટ સીરીઝ (European Cricket Series) ટી10 રમતના ઇતિહાસમાં સોમવારે એક નવો કિર્તિમાન રચાયો. ઓપનર બેટ્સમેન અહેમદ મુસાદ્દીકે (Ahmed Musaddiq) માત્ર 28 બૉલનો સામનો કર્યો અને સદી ફટકારી દીધી. તે છેલ્લે સુધી ટકી રહ્યો, અને ઇનિંગના છેલ્લા બૉલ પર શૉટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. 


આ મેચ કુમરફિલ્ડ સ્પોર્ટ્સ વેરિયન અને ટીટીસીસી હેમબર્ગની વચ્ચે રમાઇ હતી. મેચ દરમિયાન પહેલી ઇનિંગમાં અહેમદ મુસાદ્દીક ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેને તાબડતોડ બેટિંગ કરતા 33 બૉલમાં જ 115 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી લીધી હતી. પહેલી ઓવર અભિનંદન ઝાએ નાંખી, જેમાં અહેમદ મુસાદ્દીકે (Ahmed Musaddiq) 26 રન ફટકાર્યા, આ પછી તેને પાછળ વળીને જોયુ નહીં, સ્પીનર હોય કે ફાસ્ટર દરેકની બૉલિગને જોરદાર રીતે ફટકારી. તેને તમામની ધૂલાઇ કરી. પાંચમી ઓવરમાં તેને બેરહેમીથી અલીની બૉલિગમાં સતત ચાર છગ્ગા ઠોકીને પોતોની ફિફ્ટી પુરી કરી હતી. પોતાની ઇનિંગમાં તેને 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. .


અહેમદ મુસાદ્દીકની (Ahmed Musaddiq) આ ઇનિંગ આ લીગના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદી બની ગઇ છે. તેની સદીના દમ પર કુમરફિલ્ડ સ્પોર્ટ્સ વેરિયને નિર્ધારિત 20 ઓવરોમાં બે વિકેટના નુકશાને 198 રન બનાવ્યા હતા. 


આ પહેલા યૂરોપિયન ક્રિકેટ સીરીઝના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદી 29 બૉલમાં ફટકારાઇ હતી, જે ઇન્ડિયન ક્રિકેટ ક્લબના બેટ્સમેન ગૌહર મનને ફટકારી હતી. 


કોણ છે અહેમદ મુસાદ્દીક?
32 વર્ષી ક્રિકેટર અહેમદ મુસાદ્દીક એક પાકિસ્તાની ક્રિકેટર છે, અને ઓલરાઉન્ડર તરીકે પાકિસ્તાનની લૉકલ ટીમમાંથી રમી રહ્યો છે. પાકિસ્તાનનાન નૌસેરામાં જન્મેલા અહેમદ મુસાદ્દીકે ક્રિકેટ કેરિયરની શરૂઆત ખૈબર પખ્તુન્ખ્વાં ક્રિકેટ ટીમમાંથી એક બેટ્સમેન તરીકે કરી હતી. ક્રિકેટર કેરિયરની વાત કરીએ તો અહેમદ મુસાદ્દીકે અત્યાર સુધી 31 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, જેમાં 29.9ની એવરેજથી 1434 રન બનાવ્યા છે, આ ઉપરાંત લિસ્ટ એ ક્રિકેટમાં 41 મેચોમાં 21ની એવરેજથી 836 રન કર્યા છે. ટી20 કેરિયરમાં તેને 25 મેચો રમી છે, અને 25ની એવરેજથી તેના નામે 290 રન નોંધાયેલા છે.