નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની ગણના ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ફિલ્ડરમાં થાય છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝીમાં જે પણ ટીમ સાતે તે રમ્યો છે તે ટીમને શ્રેષ્ઠ ફિલ્ડરનો તાજ પહેરાવ્યો છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન રૈનાએ ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટ ફિલ્ડરનો ખુલાસો કર્યો હતો.


સ્પોર્ટ્સસ્ક્રીન સાથે વાત કરતાં રૈનાએ અજિંક્ય રહાણેનું નામ લઈને કહ્યું, આ ખેલાડી આજના સમયનો બેસ્ટ ફિલ્ડર છે. રહાણે પાસે શ્રેષ્ઠ કેચિંગ સ્કીલ્સ છે. મને તેની ફિલ્ડિંગનું સ્થાન હંમેશા પસંદ આવે છે. તેની પાસે એક અલગ પ્રકારનો પાવર છે. તે ઈચ્છા પ્રમાણે શરીરને વાળી શકે છે, જેના કારણે તે બીજાથી અલગ છે.

રૈનાએ આગળ જણાવ્યું કે, તે એક શ્રેષ્ઠ સ્લિપ ફિલ્ડર છે, જે બેટ્સમેનને ઓળખી જાય છે અને તેની રણનીતિ પર કાબૂ મેળવે છે. તે સતત અભ્યાસ કરતો રહે છે, જેનાથી મેચ દરમિયાન તેને કેચ પકડવામાં મુશ્કેલી થતી નથી.

રહાણે છેલ્લા થોડા વર્ષોથી ટીમ ઈન્ડિયાની વન ડે અને ટી-20 ટીમમાં બહાર છે અને તેને માત્ર ટેસ્ટ ટીમમાં જ સામેલ કરવામાં આવે છે.

લોકડાઉનમાં ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે શરૂ કરી પ્રેકટિસ, BCCI થયું લાલઘૂમ, જાણો વિગત