અંજિક્ય રહાણે IPL 2020માં દિલ્હી કેપિટલ્સમાંથી રમશે
abpasmita.in | 14 Nov 2019 07:47 PM (IST)
અજિંક્ય રહાણે ગુરૂવારે આઈપીએલમાં ખેલાડીઓની ટ્રાન્સફર વિન્ડો બંધ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈ ગયો છે. રહાણે હવે દિલ્હી તરફથી રમતો જોવા મળશે.
નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે ગુરૂવારે આઈપીએલમાં ખેલાડીઓની ટ્રાન્સફર વિન્ડો બંધ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈ ગયો છે. રહાણે હવે દિલ્હી તરફથી રમતો જોવા મળશે. બીસીસીઆઈએ તેની જાહેરાત કરી છે. રહાણે 2011મા મુંબઈ ઈન્ડિયન્સથી રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો હતો. રહાણે આઈપીએલમાં બે સદી ફટકારી ચુક્યો છે અને 2012મા રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. રહાણે 2019ની સિઝનમાં 14 મેચોમાં 393 રન બનાવ્યા હતા. પરંતુ સિઝનની વચ્ચે તેને કેપ્ટન પદેથી હટાવીને સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રહાણેએ ભારત માટે અંતિમ ટી20 મેચ 2016મા અને અંતિમ વનડે ફેબ્રુઆરી 2018મા રમી હતી.