ટીમ ઈન્ડિયાનો કયો બેટ્સમેન 97 રન પર જ સદીનો જશ્ન મનાવવા લાગ્યો, રૈનાએ કહ્યું, હજુ 3 રન બાકી છે

તેના પાર્ટનર યુવા ઓપનર ઇશાન કિશને પણ 114 રન બનાવ્યા હતા અને બન્નએ 210 રનની ભાગીદારી નોંધાવી હતી. ઇન્ડિયા-સી ટીમે 50 ઓવરમાં 352 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રહાણે જ્યારે 97 રન પર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે તેણે સદી પૂર્ણ કરી લીધી છે અને તે તેનો જશ્ન મનાવવા લાગ્યો હતો. તેણે પિચ પર જશ્ન મનાવ્યો અને પોતાના અંદાજમાં દર્શકોનું અભિવાદન પણ સ્વીકાર કર્યું અને સાથી બેટ્સમેને તેને શુભેચ્છા પણ પાઠવી. પરંતુ જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જોયું તો સુરેશ રૈના અને બીજા અન્ય ખેલાડીઓ તેને કંઈક ઇશારો કરી રહ્યા હતા.

નવી દિલ્હી: દેવધર ટ્રોફી વનડે ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ શનિવારે ઇન્ડિયા-સી અને ઇન્ડિયા-બી ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇન્ડિયા-સી ટીમે પોતાના સલામી બેટ્સમનો- અજિંક્ય રહાણે અને ઇશાન કિશનની સદીની મદદથી 29 રનથી જીત હાંસલ કરી હતી. જો કે આ મેચ દરમિયાન મેદાન પર એક સરપ્રદ અને મજાકી મોમેન્ટ જોવા મળી હતી. જેને લઈને ડ્રેસિંગ રૂમ સુધી હલચલ મચી ગઈ હતી.
તેઓ રહાણેને ઇશારો કરીને જણાવી રહ્યા હતા કે હજુ સદી માટે ત્રણ બાકી છે. બાદમાં રહાણેએ પણ હસતા હસતા ફરી બેટિંગ શરૂ કરી હતી. અને શાનદાર અંદાજમાં સદી ફટકારી હતી અને અણનમ 144 રન બનાવ્યા હતા. રહાણેની વનડે ક્રિકેટ ફોર્મેટમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો સ્કોર છે.
પરંતુ જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જોયું તો સુરેશ રૈના અને બીજા અન્ય ખેલાડીઓ તેને કંઈક ઇશારો કરી રહ્યા હતા.
આ મેચમાં ઈન્ડિયા-સી ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ત્યારે દિગ્ગજ ઓપનર અજિંક્ય રાહણે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. આક્રમક બેટિંગ કરતા રહાણે પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે તે 97 રન સુધી પહોંચ્યો ત્યારે એક મજાકી ક્ષણ જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -