લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા આ ખેલાડીએ કહ્યું મને વિશ્વાસ છે હું 2019નો વર્લ્ડકપ રમીશ
ઉલ્લેખનીય છે કે રહાણેએ 2016માં છેલ્લી 48 ઇનિંગોમાં માત્ર ત્રણ સદી અને આઠ અડધીસદી ફટકારી છે. તેને કહ્યું કે, મને વિશ્વાસ છે કે હું વર્લ્ડકપ 2019ની ટીમમાં સામેલ થઇશ. હાલમાં અંજિક્યે રહાણે વનડે અને ટી20માંથી બહાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને વધુમાં કે મારી ટેકનિકમાં કોઇ ખામી નથી, મને 30-40 રનની ઇનિંગને અડધી સદી કે સદીમાં ફેરવવા માટે કોશિશ કરવી પડશે. ઘણીવાર સારુ રમીએ છીએ પણ પરિણામ નથી મળતું.
રહાણેએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા વનડે વર્લ્ડકપમાં રમવા માટે આશ્વત છું, હું શોર્ટર ફોર્મેટ માટે ટીમમાં વાપસીને લઇને પુરેપુરી રીતે તૈયાર છું. હું આગામી વર્લ્કકપ 2019 રમવા માટે આશ્વત છું અને એટલા માટે જ હું ડૉમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છું, હું બાઉન્સ બેક જરૂર કરીશ.
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડકપ-2019 માટે યોગ્ય સ્થાન પર યોગ્ય ખેલાડીઓને સ્થાન આપવા માટે અજમાવી રહી છે ત્યારે લાંબા સમયથી વનડે ટીમમાંથી બહાર રહેલા રહાણેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રહાણેએ કહ્યું કે, હું ભલે ટીમમાં નથી પણ વર્લ્ડકપ 2019 જરૂર રમીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -