નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે આઈપીએલની આગામી સીઝનમાં એક નવી ટીમ સાથે જોવા મળસે. હવે તે દિલ્હી કેપિટલ્સ માટે રમશે, દિલ્હી કેપિટલ્સને જોકે હજુ સીધી બીસીસીાઈ તરફતી મંજૂરી મળવાની બાકી છે.

આ પહેલા રહાણે રાજસ્થાન રોયલ્સ માટે રમતા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમ રહાણાના બદલામાં લેગ સ્પિનર મયંક માર્કંડેય અને બોલિંગ ઓલરાઉન્ડર રાહુલ તેવતિયાને રાજસ્થાન રોયલ્સને આપશે.

આ સીઝનમાં આ ખેલાડીઓ ઉપરાંત પણ ઘણાં ખેલાડીએ પોતાની ટીમ બદલવાના છે. બે અન્ય ફેરફારમાં ટ્રેન્ટ બોલ્ટ હવે મુંબઈ ઇન્ડિયન્સ માટે અને અંકિત રાજપૂત રાજસ્થાન માટે રમશે. નોંધનીય છે કે, ગુરુવારે ખેલાડી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બંધ થઈ જશે.

આ સીઝનમાં આર અશ્વિન કિંગ્સ ઇલેવન પંજાબથી દિલ્હી કેપિટલ્સમાં જશે. અજિંક્ય રહાણે રાજસ્થાન રોયલ્સ છોડી દિલ્હી કેપિટલ્સ ટીમમાં સામેલ થશે. શેરફેન રદરફોર્ડ દિલ્હી છોડી મુંબઈની ટીમમાં જોડાશે. કે. ગૌતમ રાજસ્થાનની ટીમ છોડી કિંગ્સ ઈલેવન પંજાબમાં, ટ્રેન્ટ બોલ્ડ દિલ્હી છોડી મુંબઈ ઇન્ડિયન્સ સાથે, ધવલ કુલકર્ણી રાજસ્થાન છોડી મુંબઈ ઇન્ડિયન્સ સાથે, અંકિત રાજપૂત કિંગ્સ ઇલેવન પંજાબ છોડી રાજસ્થાન રોયલ્સ સાથે, રાહુલ તેવટિયા દિલ્હી કેપિટલ્સ છોડી રાજસ્થાન રોયલ્સમાં અને મયંક માર્કંડેય મુંબઈ ઇન્ડિયન્સ છોડી દિલ્પી કેપિટલ્સ સાથે જોડાશે.