સચિનને ઓપનર બનાવવામાં અજીત વાડેકરનો હતો સિંહફાળો, જાણો વિગત
વન ડે કરિયરની 70મી મેચમાં સચિનને ઓપનિંગની તક મળી. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ક્રિકેટ વિશ્વને વન ડે ફોર્મેટમાં માસ્ટર બ્લાસ્ટર નામનો ઓપનર મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ પૂર્વ કેપ્ટન અજીત વાડેકરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. વાડેકરનું લાંબી બીમારી બાદ બુધવારે રાતે મુંબઈમાં 77 વર્ષની વયે નિધન થયું હતું. વાડેકરે સચિન તેંડુલકરને ઓપનિંગ બેટ્સમેન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સચિનને વન ડે ઈન્ટરનેશનલમાં ઓપનર તરીકે ઉતારવાનો ફેંસલો ટીમ મેનેજર વાડેકરનો હતો.
સચિને ઓટોબાયોગ્રાફી- પ્લેઇંગ ઇટ માય વેમાં ખુલાસો કર્યો છે કે “તે કેમ ઓપનિંગ બેટ્સમેન બનવા માંગતો હતો ? તેણે લખ્યું છે કે, મારી પાસે બોલરો પર આક્રમણ કરવાની ક્ષમતા હતી. વનડેની પ્રથમ 15 ઓવરોના ફિલ્ડિંગ પ્રતિબંધનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. હું ખુદને સાબિત કરવા માંગતો હતો. મેં વાડેકર સરને કહ્યું હતું કે જો હું નિષ્ફળ જઉ તો બીજી વખત ઓપનિંગની વાત નહીં કરું.”
વાડેકરે 1994માં કેપ્ટન અઝહરુદ્દીન સાથે મંત્રણા કરી વન ડેમાં ઓપનર તરીકે ઉતાર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ચાર વનડે મેચની સીરિઝની બીજી મેચમાં સચિને પ્રથમ વખથ ઓપનિંગ કર્યું હતું. તેણે 49 બોલમાં 82 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેમાં 15 ચોગ્ગા અને 1 સિક્સરનો સમાવેશ થતો હતો. સચિને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગેવિન લારસસની પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. 143 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. સચિનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, અજીત વાડેકર સરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છું. 90ના દાયકામાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. તેમની સલાહ અને માર્ગદર્શન માટે સદા આભારી રહીશું. તેમના પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -