મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સિઝન પુરી થઇ ગઈઅને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ચોથીવાર ચેમ્પિયન બની. મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલના રોમાંચક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ચેમ્પિયનશીપ જીતી. આ ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક યુવા ખેલાડીને ખાસ વેસ્ટ ઈન્ડિઝથી બોલાવ્યો હતો.



વેસ્ટઇન્ડીઝનો ખેલાડી અલ્ઝારી જોસેફ ઇજાનાં કારણે આઈપીએલને અધવચ્ચે ભારત છોડીને પોતાના વતન પાછો જતો રહ્યો હતો. જો કે આઈપીએલ ફાઇનલ માટે તે ભારત પરત આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ અને ખાસ તો આકાશ અંબાણી ઇચ્છતા હતા કે, આ યુવા ખેલાડી ફાઇનલ જોવા હાજર રહે અને આ યાદગાર પળોનો હિસ્સો બને.



હૈદરાબાદમાં અલ્ઝારી જોસેફ પોતાની પહેલી મેચ રમ્યો હતો અને 12 રન આપીને 6 વિકેટ લેવાનો ડ્રીમ સ્પેલ નાંખ્યો હતો. અલ્ઝારી જોસેફના આ યોગદાનને પણ ટીમ મેનેજમેન્ટે બિરદાવ્યું હતું. ટીમનાં સીનિયર ખેલાડી યુવરાજ સિંહે અલ્ઝારી પાસે જઇને તેનો આભાર માન્યો હતો.