નવી દિલ્હીઃ સારા અલી ખાન હાલમાં જ અનન્યા પાંડેની ડેબ્યૂ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ યર 2ની સ્ક્રીનિંગમાં પહોંચી હતી. પરંતુ સ્ક્રીનિંગમાં થયું કંઈક એવું કે સારા અલી ખાન અધવચ્ચે જ ફિલ્મ છોડીને નીકળી ગઈ. વાત એમ છે કે, સારા અલી ખાનની સ્ટૂડન્ટ ઓફ ધ યર 2ની સ્ક્રીનિંગ પર પોતાના એક્સ બોયફ્રેન્ડ સાથે મુલાકાત થઈ હતી.



સ્પોટબોયના એક રિપોર્ટ મુજબ સારાને આ ખબર નહોતી કે અનન્યા પાંડેની ગેસ્ટ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે. જેવો તેનો સામનો એક્સ બોયફ્રેન્ડ વીર પહારિયા સાથે થયો, સારા થોડી જ વારમાં ઈવેન્ટથી નીકળીને જતી રહી. વીર પહારિયા પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં સારાએ જણાવ્યું હતું, તે એકવાર રિલેશનશિપમાં રહી ચૂકી છે. તેના બોયફ્રેન્ડનું નામ વીર પહારિયા છે.



બ્રેકઅપ પર સારાએ જણાવ્યું હતું કે વીર સાથે ડેટ દરમિયાન તેનું દિલ નથી તૂટ્યું. બસ આ રિલેશન ચાલી શક્યા નહોતા. હાલમાં સારાનું નામ કાર્તિક આર્યન સાથે જોડાઈ રહ્યું છે.