Lionel Messi: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાએ સાઉદી અરેબિયાની અલ નસ્ર સાથે મોટા કર્યા કરી છે, જ્યાં તેને 2025 સુધી 200 મિલિયન યુરો ($214.04 મિલિયન)થી વધુની કમાણી થવાની અપેક્ષા છે. તો બીજી તરફ તેની પ્રતિદ્વંદી ક્લબ અલ હિલાલ લિયોનેલ મેસીને પોતાની ક્લબમાં સામેલ કરી શકે છે. સ્પેનિશ આઉટલેટ મુંડો ડિપોર્ટિવોના અહેવાલ મુજબ, આ કરાર $300 મિલિયનમાં થઈ શકે છે. જો કે, મેસ્સીએ પેરિસ સેન્ટ જર્મન (PSG)માં વધુ એક વર્ષ રહેવાના તેના ઇરાદા સાફ કરી દીધા, પરંતુ અલ હિલાલને આગામી ઉનાળામાં  ડ્રીમ ટ્રાન્સફરની આશા છે જ્યારે વર્લ્ડ કપ વિજેતા ફ્રી એજન્ટ બની જશે.


સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર બનવવા માંગે છે


મેસ્સી સાઉદી ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી રહ્યો છે, અને સાઉદી અરેબિયા સાથેના તેમના સારા સંબંધોને જોતા, અલ હિલાલ આ તકનો લાભ લેવા માંગે છે અને તેમને  આ સોદામાં આકર્ષિત કરીને અત્યાર સુધીનો સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર બનાવવા માંગે છે.


જો કે, અલ હિલાલ એકમાત્ર ક્લબ નથી જે લિયોનેલ મેસીનો પીછો કરી રહી છે. જો તે તેના PSG કરારને લંબાવવાનું નક્કી ન કરે. મેસ્સીની ભૂતપૂર્વ ક્લબ, એફસી બાર્સેલોનાએ પણ સાત વખતના બેલોન ડી'ઓર વિજેતાને કેમ્પ નાઉમાં પાછા લાવવામાં રસ દાખવ્યો છે, જ્યારે એમએલએસ ટીમ ઈન્ટર મિયામીએ પણ આગામી ઉનાળામાં સંભવિત ટ્રાન્સફર માટે મેસ્સી સાથે સંપર્ક શરૂ કર્યો છે. 


ટૂંક સમયમાં નવા કરાર પર હસ્તાક્ષર કરશે


આ દરમિયાન, પીએસજીને વિશ્વાસ છે કે મેસ્સી, જેમણે 2025 સુધી તેના કરારને લંબાવવાની તેમની ઇચ્છા વિશે તેમને મૌખિક રીતે જાણ કરી છે, તે તેના શબ્દોને વળગી રહેશે અને ટૂંક સમયમાં નવા કરાર પર હસ્તાક્ષર કરશે. આ ઉપરાંત, એક ક્ષણ માટે વિચારીએ કે જો આ અલ હિલાલ સાથેનો સોદો આગામી ઉનાળામાં થાય છે, તો વિશ્વ રોનાલ્ડો વિરુદ્ધ મેસ્સીની જંગનું સાક્ષી બનશે.


FIFA વર્લ્ડકપ જીત્યા બાદ મેસ્સીનો ભાવુક સંદેશ


આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને કેપ્ટન લિયૉનલ મેસ્સીએ પોતાની ટીમની જીત બાદ પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પૉસ્ટ શેર કરતાં લખ્યુ છે - મે ઘણીવાર આનુ સપનુ જોયુ, મે આને એટલો ચાહતો હતો કે હું ક્યારેય ના પડ્યો, મને વિશ્વાસ નથી થઇ રહ્યો, મારા પરિવારને બહુજ બહુજ ધન્યવાદ, તે તમામને જેને મારું સમર્થન કર્યુ, અને તે તમામને પણ જેને અમારી પર વિશ્વાસ મુક્યો, અમે એકવાર ફરીથી પ્રદર્શિત કરીએ છીએ કે આર્જેન્ટિના જ્યારે અમે એકસાથે લડીએ છીએ અને એકજૂથ થઇએ છીએ તો અમે હાંસલ કરવામાં સક્ષમ હોઇએ છીએ, જે અમે કરવા માટે તૈયાર હોઇએ છીએ. આ એક ગૃપની ઉપલબ્ધિ છે, જે કોઇ વ્યક્તિથી ઉપર છે. અમારી આ જ તાકાત હતી જે અમે એક જ સપના માટે લડ્યા અહીં આર્જેન્ટિનાનુ સપનુ હતુ, અમે કરી બતાવ્યુ. ઉલ્લેખનીય છે કે, ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-3થી હરાવી દીધુ. આ મેચનુ રિઝલ્ટ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આવ્યુ હતુ