✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરિયરની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી અનોખી ક્લબમાં સામેલ થયો કૂક, ભારતનો પણ એક ખેલાડી છે લિસ્ટમાં, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Sep 2018 08:33 PM (IST)
1

ક્રિકેટ ઈતિહાસમાં ડેબ્યૂ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારવાની સૌપ્રથમ સિદ્ધિ ઓસ્ટ્રેલિયાના રેગી ડફે મેળવી હતી. તેણે 1901-02માં પ્રથમ ટેસ્ટમાં 32 અને બીજી ઈનિંગમાં 104 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ 1905માં રમ્યા હતા. જેમાં 146 રન બનાવ્યા હતા. 22 ટેસ્ટમાં તેમણે 1317 રન બનાવ્યા હતા.

2

ભારતના અઝહરુદ્દીને આવી સિદ્ધી મેળવ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં આવી ઘટના બનવા માટે 18 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. એલિસ્ટર કૂકે માર્ચ, 2006માં ભારત સામે ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 60 અને બીજી ઈનિંગમાં અણનમ 104 રન બનાવ્યા હતા. જ્યારે સપ્ટેમ્બર, 2018માં ભારત સામે અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 71 અને બીજી ઈનિંગમાં 147 રન બનાવ્યા હતા.

3

ઓવલઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દેનારા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. તેણે તેની ડેબ્યૂ અને અંતિમ એમ બંને ટેસ્ટમાં સદી ફટકારીને અનોખી ક્લબમાં સામેલ થયો હતો. કૂક આવી સિદ્ધી મેળવનારો પાંચમો બેટ્સમેન છે. આ યાદીમાં ભારતના પણ એક બેટ્સમેનનો સમાવેશ થાય છે.

4

ક્રિકેટ વિશ્વમાં આવી સિદ્ધિ મેળવનાર ત્રીજો ખેલાડી પણ ઓસ્ટ્રેલિયાનો હતો. ગ્રેગ ચેપલે 1970માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ મેચમાં 108 રન અને 1984માં પાકિસ્તાન સામે અંતિમ મેચમાં 182 રનની ઈનિંગ રમી હતી. ચેપલે 87 ટેસ્ટમાં 24 સદી અને 31 અડધી સદીની મદદથી 7110 રન બનાવ્યા હતા. તેમણે ટેસ્ટમાં 47 વિકેટ પણ લીધી હતી.

5

ઓસ્ટ્રેલિયાના જ બિલ પોંસફોર્ડે કરિયરની પ્રથમ અને અંતિમ મેચમાં સદી ફટકારવાનું પરાક્રમ કરનારા બીજા ક્રિકેટર હતા. તેમણે 1924માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ મેચમાં 110 અને 27 રન અને 1934માં અંતિમ મેચમાં 266 અને 22 રનની ઈનિંગ રમી હતી. તેમણે 29 ટેસ્ટમાં 2122 રન બનાવ્યા હતા. જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 266 રન હતો. બિલે 7 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

6

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ ટેસ્ટ ડેબ્યૂ અને અંતિમ મેચમાં સદી ફટકારવાની સિદ્ધી મેળવી હતી. અઝહરુદ્દીને 1984માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ મેચમાં 110 રનની ઈનિંગ રમી હતી. જ્યારે વર્ષ 2000માં સાઉથ આફ્રિકા સામે અંતિમ મેચમાં પ્રથમ ઈનિંગમાં 9 અને બીજી ઈનિંગમાં 102 રન બનાવ્યા હતા. અઝહરુદ્દીને 99 ટેસ્ટમાં 22 સદી અને 21 અડધી સદી વડે 45.08ની સરેરાશથી 6216 રન બનાવ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કરિયરની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી અનોખી ક્લબમાં સામેલ થયો કૂક, ભારતનો પણ એક ખેલાડી છે લિસ્ટમાં, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.