IND V ENG: કરિયરની અંતિમ ઈનિંગમાં કૂકે બનાવ્યા અનોખા રેકોર્ડ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 12,400 રન સાથે શ્રીલંકાનો કુમાર સંગાકારા 12,400 રન સાથે પાંચમા નંબર પર હતો, જ્યારે હવે આ રેકોર્ડ તોડીને કૂક પાંચમા નંબર પર આવી ગયો છે. કૂકે અંતિમ ઈનિંગમાં 76 રન બનાવાની સાથે જ સંગાકારાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
આ ઉપરાંત કૂક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા ટોપ-5 ક્રિકેટરમાં પણ સામેલ થઈ ગયો છે. ભારતનો સચિન તેંડુલકર 15921 રન સાથે ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 13378 રન સાથે બીજા, સાઉથ આફ્રિકાનો જેક કાલિસ 13289 રન સાથે ત્રીજા, ભારતનો રાહુલ દ્રવિડ 13,288 રન સાથે ચોથા નંબર પર છે.
કૂકની પહેલા કરિટરની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં બંને ઈનિંગમાં 50થી વધારે રન બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર બ્રૂસ મિચેલના નામે હતો. મિચેલે આ પહેલા 1929માં ડેબ્યૂ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગમાં 88 રન અને બીજી નિંગમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ટેસ્ટ પણ તે 1949માં ઈંગ્લેન્ડ સામે પોર્ટ એલિઝાબેથમાં રમ્યો હતો. આ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે 99 રન અને બીજી ઈનિંગમાં 56 રન બનાવ્યા હતા.
કૂકે માર્ચ 2006માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ પણ તે ભારત સામે રમી રહ્યો છે અને બંને ઈનિંગમાં પણ આ કારનામું કર્યું છે.
ઓવલઃ ટેસ્ટ કરિયરની અંતિમ ઈનિંગ રમી રહેલા કૂકે ભારત સામે યાદગાર ઈનિંગ રમી હતી. કૂકે પ્રથમ ઈનિંગમાં પણ 71 રનની યાદગાર ઈનિંગ રમી હતી અને બીજી ઈનિંગમાં પણ તે અડધી સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટના 141 વર્ષના ઇતિહાસમાં કરિયરની પ્રથમ અને છેલ્લી ટેસ્ટમાં પ્રથમ અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારનારો કૂક વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -