નવી દિલ્હીઃ ઘણાં સમયથી ક્રિકેટર કે એલ રાહુલની બોલિવૂડની અલગ અલગ એક્ટ્રેસ સાથે અફેરની ચર્ચા સામે આવતી રહી છે. હવે નવું નામ સામે આવ્યું છે. કે એલ રાહુલ એક્ટ્રેસ આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહ્યો છે. આ વાતનો પૂરાવો ખુદ આકાંક્ષાએ આપ્યો છે.




આકાંક્ષાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શનિવાર સાંજે વર્લ્ડ કપ 2019માં ભારત અને શ્રીલંકાની વચ્ચે મેચની તસવીર શેર કરી છે. તસવીરમાં કે એલ રાહુલ નજરે પડી રહ્યો છે. કે એલ રાહુલ, ભારત શ્રીલંકા મેચનો સ્ટાર હતો. તેણે રોહિત શર્માની સાતે સદી ફટકારી હતી. ભારતે શ્રીલંકા સામે 7 વિકેટે જીત મેળવી હતી. આકાંક્ષાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરથી બન્ને રિલેશનમાં હોવાની ખબર ફરીથી ચર્ચામાં છે.



આ વર્ષે મેમાં અહેવાલ આવ્યા હતા કે આકાંક્ષા મોટાભાગનો સમય રાહુલ સાથે પસાર કરી રહી છે. બન્નેને સાથે ડિનર, ફિલ્મ અને હાઉસ પાર્ટીમાં જઇ રહ્યા છે.