નવી દિલ્હીઃ આઇપીએલની આગામી સિઝન 9મી એપ્રિલ 2021થી શરૂ થઇ રહી છે. આ સિઝનમાં મોટાભાગની ટીમોમાં ફેરફાર થઇ થયો છે, આઇપીએલ ઓક્શનમાં ટીમોએ પોતાના કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા છે તો કેટલાકને રિલીઝ કર્યા છે. આથી બેટિંગ ઓર્ડરમાં પર ચેન્જ જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ઘાતક ઓલરાઉન્ડર શિવમ દુબે હવે રાજસ્થાન તરફથી રમશે. હરાજીમાં રાજસ્થાન રૉયલ્સે શિવમ દુબેને 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


ખાસ વાત છે કે ટીમ ઇન્ડિયામાં ફિનિશર તરીકેનો રૉલ નિભાવ્યા બાદ હવે તે રાજસ્થાન તરફથી કોઇપણ નંબરની પૉઝિશન પર બેટિંગ કરવા તૈયાર થયો છે. રિપોર્ટ પ્રમાણે શિવમ દુબે રાજસ્થાન તરફથી ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે. આની સાથે દુબે ક્રિકેટ નિદેશક કુમાર સાંગાકારા પાસેથી કેટલીક ટિપ્સ લેવા પણ માંગે છે. 


શિવમ દુબેએ કહ્યું- હું કેટલાય ક્રમોમાં રમી ચૂક્યો છુ અને મને કોઇપણ ક્રમ પર રમવાની કોઇ પરેશાન નથી. મારા માટે એ મહત્વનુ છે કે ટીમ મારી પાસે શું ઇચ્છે છે. જો મારી જરૂર ઉપરના ક્રમમાં છે તો હુ ત્યાં ઉતરીશ. જો નીચલા ક્રમમાં છે તો ફિનિશરની ભૂમિકા નિભાવી શકુ છું.


ઓક્શનમાં શિવમ દુબેને મોટી રકમમાં ખરીદ્યા બાદ સાંગાકારાએ કહ્યું હતુ કે દુબેની બેટિંગ પર ફોકસ રહેશે, અને બૉલિંગ જરૂર પડશે ત્યારે જ કેટલીક ઓવરો કરાવવામા આવી શકે છે. આ વિશે દુબેએ કહ્યું- સાંગાકારાએ ખુબ ક્રિકેટ રમી છે અને તે મારા પ્રદર્શન પર નજર રાખશે. તે બતાવશે કે મારી રમતને સુધારવા માટે મારે શું કરવુ જોઇએ. બેટિંગ માટે હું તેમની પાસેથી થોડીક વધારાના સલાહ લેવાની કોશિશ કરીશ.


શિવમ દુબેએ કહ્યું- તેનો પુરેપુરો ફોકસ ટીમને ચેમ્પિયન બનાવવા પર છે, તેને કહ્યું- હું કોઇપણ ટીમ માટે રમુ, મારુ લક્ષ્ય ટાઇટલ જીતવા પર જ હોય છે. એક પ્રૉફેશનલ તરીકે તમને ખબર હોય છે કે તમને શું જોઇએ, ટીમ તમને શું આપશે, તમારી શું ભૂમિકા છે, અને કૉચ તમને શું આપશે. હું રાજસ્થાન રૉયલ્સનો આભારી છુ કે તેમને મારા પર વિશ્વાસ રાખ્યો.