Aman Shah, National Futsal Team: વધુ એક ગુજરાતી ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તર પર ચમકશે, ભારતીય ફૂટસલ રાષ્ટ્રીય ટીમ માટે 14 સભ્યોની ટીમની જાહેરાત 6 ઓગસ્ટ રવિવારે થઇ ગઇ છે, આ ટીમમાં ગુજરાતી ખેલાડી અમન શાહને સ્થાન મળ્યું છે, જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. ખાસ વાત છે કે, ભારતીય ફૂટસલ રાષ્ટ્રીય ટીમ માટે જાહેર થયેલી પોતાની બે આંતરરાષ્ટ્રીય ફૂટસલ મેચ બેહરીન સામે રમશે.
ભારતીય ટીમના ખેલાડીઓનું પસંદગી આ વર્ષની શરૂઆતમા ફુટસલ ક્લબ ચેમ્પીયનશીપમાં તેના પ્રદર્શનના આધાર પર કરવામાં આવ્યું છે.
ફુટસલ નેશનલ ટીમ, જે અમૃતસરમાં ટ્રેનિંગ લઇ રહી છે, જેને ગુરુવારે 10 ઓગસ્ટે બેહરીનની યાત્રા કરવાની છે, જ્યાંથી તે 12 અને 14 ઓગસ્ટે યજમાન ટીમ વિરૂદ્ધ બે મેચો રમશે.
ખાસ વાત છે કે, ભારતીય નેશનલ ફૂટસલ ટીમમાં ગુજરાતી ખેલાડી અમન શાહને તક મળી છે, અમન શાહ નેશનલ ટીમમાં પોતાની તાકાત બતાવવા માટે હાલ નેટમાં પરેસવો પાડી રહ્યો છે, અમન શાહને ટીમમાં એન્કરની ભૂમિકા માટે રાખવામાં આવ્યો છે. અમન શાહ ટીમમાં સારુ એન્કરિંગ કરવામાં માહિર છે.
ભારતીય ફુટસલ ટીમ સ્ક્વૉડ -
ગૉલકીપરઃ- ઓગસ્ટીન ડી મેલો, જગદીશ ટોકસ.
એન્કરઃ- સચિન પાટિલ, સંદીપ ઓરાવ, અમન શાહ, જયેશ સુતાર, કાશીનાથ રાઠોડ, રજનીશ.
વિન્ગર્સઃ- નિખિલ માળી, શમશાદ અલી, અભય ગુરુંગ, બિજૉય ગુસાઇ.
ઘુરીઃ- ડેવિડ લાલટલાનસાંગા, સંદેશ માલપોટે.
મુખ્ય કૉચઃ- જોશુઆ સ્ટેન વાઝ.