વર્લ્ડકપમાં નંબર-4ની પૉઝિશન પર રમશે આ ખેલાડી, 10થી વધુ ખેલાડી અજમાવ્યા બાદ ટીમ ઇન્ડિયામાં સેટ થયો આ ખેલાડી, જાણો વિગતે
યુવરાજ સિંહ પણ વચ્ચે નવ ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા જેમાં 150 રનની એક ઇનિંગ પણ સામેલ છે. જોકે, તે ખાસ કંઇ કરી શક્યો નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજિક્યે રહાણે એકસમયે નંબર ચાર માટે આદર્શ બેટ્સમેન માનવામાં આવતો હતો પણ તે નિરંતર નિષ્ફળ રહ્યો. રહાણેએ ચાર નંબર પર દસ ઇનિંગમાં 46.66ની એવરેજથી 420 રન બનાવ્યા જેમાં ચાર અર્ધશતક સામેલ છે. હાલમાં વનડેમાંથી બહાર છે.
સૌથી પહેલા નંબર ચાર માટે ટીમ ઇન્ડિયાએ ધોનીને સમાવ્યો, તેને 11 ઇનિંગમાં 32.81ની એવરેજથી 361 રન બનાવ્યા હતા. હાલ તે ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
આ ઉપરાંત નંબર ચારની જગ્યા માટે દિનેશ કાર્તિક (નવ ઇનિંગમાં 52.80ની એવરેજથી 264 રન) હજુ પણ પોતાનો દાવો ઠોકવાની કોશિશ કરી શકે છે. મનિષ પાંડે (સાત ઇનિંગમાં 183 રન), હાર્દિક પંડ્યા (પાંચ ઇનિંગમાં 150 રન), મનોજ તિવારી (ત્રણ ઇનિંગમાં 34 રન), લોકેશ રાહુલ (ત્રણ ઇનિંગમાં 26 રન) અને કેદાર જાદવ (ત્રણ ઇનિંગમાં 18 રન) પણ ચોથા નંબરે બેટિંગમાં દમ બતાવવામાં નિષ્ફળ રહ્યાં.
અંબાતી રાયડુ માત્ર ચાર ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો, જેમાં તેને 72.33ની એવરેજથી 217 રન બનાવ્યા, તેને સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર સદી પણ ફટકારી. જેના કારણે ચોથા નંબરની પૉઝિશન માટે કેપ્ટન કોહલી ઉપરાંત ઉપકેપ્ટન રોહિતનો તેનો ટેકો મળ્યો.
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયામાં દરેક નંબરનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરાઇ રહી છે. જોકે, આ બધાની વચ્ચે નંબર ચારનુ સ્થાન ખાલી હતુ જે ટીમનો માથાનો દુઃખાવો બની ગયુ હતું. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ 2015માં બાદ 72 વનડે રમી જેમાં 11 ખેલાડીઓને નંબર ચાર પર અજમાવ્યા પણ કોઇ ફાવ્યું નહીં. હવે વિરાટ કોહલીને લાગે છે કે, આ સ્થાન માટે એક બુદ્ધિશાળી બેટ્સમેન મળી ગયો છે, તે છે અંબાતી રાયડુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -