ઉલ્લેખનીય છે કે, રાયડુને પુરેપુરો વિશ્વાસ હતો કે, વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન મળશે, પણ કમનસીબે તેને સિલેક્શન કમિટીએ વર્લ્ડકપ ટીમમાં સામેલ ના કર્યો અને છેવટે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવો પડ્યો છે.
ખાસ વાત એ છે કે, વર્લ્ડકપમાં બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયાં - શિખર ધવન અને વિજય શંકર, છતાં ટીમ મેનેજમેન્ટે રાયડુને રિપ્લેસમેન્ટ ના કર્યો. કદાચ આ કારણે નિરાશ થયેલા રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે.
નોંધનીય છે કે વર્લ્ડકપ ટીમમાં શિખર ધવના રિપ્લેસમેન્ટમાં ઋષભ પંત અને વિજય શંકરના રિપ્લેસમેન્ટ તરીકે મયંક અગ્રવાલને મોકો આપવામાં આવ્યો છે.