ન્યૂઝિલેન્ડમાં આ રીતે આઉટ થનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો અંબાતી રાયડૂ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર સીરીઝમાં કોઈ પણ ભારતીય બેટ્સમેને સદી નથી ફટકારી. ઇંગ્લેન્ડની વિરુદ્ધ 2013ની સીરીઝ બાદ પ્રથમ વખત આવી ઘટના બની છે. રાયડૂના 90 રન ભારતીય ટીમ તરફથી પણ સીરિઝનો સર્વોચ્ચ સ્કોર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંબાતી રાયડૂ 90 અને 100 રનની વચ્ચે ન્યૂઝિલેન્ડની ધરતી પર આઉટ થનારો ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા વનડેમાં અન્ય કોઈ ભારતીય બેટ્સમેન 90 અને 100ની વચ્ચે આઉટ નથી થયો.
વેલિંગ્ટનઃ ભારતે ન્યૂઝિલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન ડેમાં 35 રને વિજય મેળવવાની સાથે સીરિઝ પર 4-1થી કબજો કર્યો હતો. 52 વર્ષના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ન્યૂઝિલેન્ડમાં 4-1થી સીરિઝ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 252 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી અંબાતી રાયડૂએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -