વરસાદના કારણે મેચ રદ્દ થતાં ભારતના કયા દિગ્ગજ એક્ટરે કહ્યું કે વર્લ્ડકપ ભારતમાં શિફ્ટ કરી દો, જાણો વિગતે
abpasmita.in | 14 Jun 2019 10:59 AM (IST)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ અને બન્ને ટીમોને એક-એક પૉઇન્ટ મળી ગયો હતો. એટલું જ નહીં વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં વરસાદનો કહેર યથાવત છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના નૉટિઘમમાં વર્લ્ડકપની 18મી મેચ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ થતાં બૉલીવુડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ, બીગ બીએ આ ટ્વીટ મજાકિયા અંદાજમાં કર્યુ હતું, જેમાં વર્લ્ડકપને ભારતમાં શિફ્ટ કરવાની વાત કહી હતી. અમિતાભ બચ્ચને જે ટ્વીટ કર્યુ તે એકદમ મજાકિયા અંદાજમાં કર્યુ જેના કારણે હંસવુ આવી જાય. ટ્વીટ કરતાં લખ્યું કે, વર્લ્ડકપ ટૂર્નામેન્ટને ભારતમાં શિફ્ટ કરી દી, કેમકે ભારતમાં વરસાદની જરૂર છે. ઉલ્લેખની છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઇ ગઇ અને બન્ને ટીમોને એક-એક પૉઇન્ટ મળી ગયો હતો. એટલું જ નહીં વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં વરસાદનો કહેર યથાવત છે, અત્યાર સુધી ચાર મેચો વરસાદને ભેટ ચઢી ગઇ છે.