કોહલીના જશ્ન કરવાના અંદાજ પર મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાની ફિલ્મ અમર અકબર એન્થોનીની જાણીતો ડાયલોગ લખ્યો છે.
અમિતાભના આ ટ્વિટ પર વિરાટ કોહલીએ પણ જવાબ આપતા લખ્યું કે, હાહાહા... ખૂબજ સરસ ડાયલોગ સર... આપ હંમેશાથી પ્રેરણાદાયક છો.
વિરાટના દરેક સેલિબ્રેશનની પાછળ કોઇને કોઇ કારણ હોય છે. અહીં પણ એક ખાસ કારણ હતું. જો કે કોહલીએ કેસરિક વિલિયમ્સના એ ઉજવણીનો જવાબ આપ્યો હતો જ્યારે 2017મા ભારતીય કેપ્ટનને કેરેબિયન બોલરે 39 રનના સ્કોર પર આઉટ કર્યા બાદ ઉજવણી કરી હતી. મેચ બાદ જ્યારે કોહલીને એ જશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ સીપીએલ સાથે જોડાયેલ નથી. અસલમાં આ જમૈકા હતું. કેસરિકે મને આઉટ કર્યા બાદ કંઇક આવી જ ઉજવણી કરી હતી.