સાઉથ આફ્રિકાના આ બેટ્સમેને તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, જાણો વિગત
પોર્ટ એલિઝાબેથઃ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં યજમાન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાએ મેચ જીતવા પાકિસ્તાનને 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે તેણે 5 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ઈનિંગ દરમિયાન હાસિમ અમલાએ 120 બોલમાં અણનમ 108 રનની ઈનિંગ રમી હતી. જે દરમિયાન તેણે કોહલીનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત અમલા વન ડે ક્રિકેટમાં 27 સદી ફટકારનારો વિશ્વનો માત્ર પાંચમો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં 49 સદી સાથે સચિન પ્રથમ, 39 સદી સાથે કોહલી બીજા, 30 સદી સાથે પોન્ટિંગ ત્રીજા અને 28 સદી સાથે જયસૂર્યા ચોથા નંબર પર છે.
અમલાએ 167 ઈનિંગમાં 27 સદી ફટકારી હતી.જ્યારે કોહલીએ 169 ઈનિંગમાં આટલી સદી ફટકારી છે. અમલાએ 12 વન ઈનિંગ બાદ સદી ફટકારી હતી. આ પહેલા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ અમલાએ કોહલીને પાછળ છોડીને બનાવ્યો હતો.
અમલાએ સૌથી ઝડપી 27 સદી ફટકારવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પાકિસ્તાન સામેની વન ડેમાં અમલાએ 108 રનની નોટઆઉટ ઈનિંગ રમીને સૌથી ઝડપી 27 સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -