સુરતમાં પાણીપુરી ખાવા આવેલી યુવતીના અજાણ્યા શખ્સો ફાડી નાખ્યા કપડાં, જાણો વિગત
ત્યાર બાદ અજાણ્યા શખ્સોએ પરિવાર સાથે પણ ઝઘડો કરીને તેમને પણ માર મારીને ફરાર થઈ ગયા હતાં. પહેલા આ યુવાનો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ પરિવારજનોએ હિંમત આપી એટલે યુવતીએ ચારેય યુવાનો સામે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ મામલામાં ફરાર યુવાનોને શોધખોણ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના લિંબાયત વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અને કડિયા કામ કરતી 22 વર્ષની યુવતી ગત 14મી જાન્યુઆરીનાં રોજ સાંજે પોતાનાં ભાઈ-બહેનો સાથે પાણીપુરી ખાવા માટે બહાર નીકળી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોએ યુવતીને જાહેરમાં માર માર્યો હતો. જોકે યુવતીએ પણ તે લોકોને સામે ઝાપટ મારી હતી. ત્યાર બાદ તે શખ્સોમાંથી એક શખ્સે યુવતીનાં કપડા ફાડી નાંખ્યા હતાં. તે જોઈને તેની એક બહેન ઘરે જઈને પરિવારને બોલાવી લાવી હતી.
સુરતમાં એક યુવતી ઉત્તરાયણની સાંજે પોતાની બહેન અને ભાઈઓ સાથે પાણીપુરી ખાવા માટે ગઈ હતી. ત્યારે જ ત્યાં ચાર શખ્સોએ આવીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે, તું અહીં પાણીપુરી ખાવા કેમ આવી છે? શખ્સે જાહેરમાં જ યુવતીનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં. જેની જાણ થતાં યુવતીનો પરિવાર ત્યાં આવ્યો હતો પરંતુ અજાણ્યા શખ્સોએ તેમની પર પણ હુમલો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -