જીસીએમએમએફના પ્રબંધ નિર્દેશક ડૉ. આરએસ સોઢીએ જણાવ્યુ કે, "અમે પહેલીવાર આફઘાનિસ્તાન સાથે જોડાઇને આનંદ અનુભવીએ છીએ, અને અમને પુરેપુરો વિશ્વાસ છે કે વર્લ્ડકપમાં આ ટીમ ખુબ સારુ પ્રદર્શન કરશે."
અમૂલ અને આફઘાનિસ્તાન એકબીજાના સંબંધને હંમેશા શેર કરે છે. ખાન અબ્દુલ ગફ્ફાર ખાને (જેને ફ્રન્ટિયર ગાંધી કહેવામાં આવે છે) 1969માં અમૂલનો પ્રવાસ કર્યો હતો અને ડૉ.વી.કુરિયન સાથે મુલાકાત કરીને અમૂલ ડેરી સહકારિતાનું વિશેષ અધ્યયન પણ કર્યુ હતુ.
આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઇઓ અસદુલ્લાહ ખાને જણાવ્યુ કે, આ આફઘાનિસ્તાન માટે આનંદનો અવસર છે કે અમૂલ અમને વિશ્વકપમાં સ્પૉન્સર કરી રહ્યું છે. આ પહેલો પ્રસંગ છે જ્યારે અમે વર્લ્ડકપ ક્રિકેટમાં પૂર્ણ સદસ્ય તરીકે રમીશું. અમારી તૈયારીઓ સારી છે અને સારુ પ્રદર્શન કરીશું."