નવી દિલ્હીઃ પીવી સિંધુ BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય છે. ભારતના ઉદ્યોગપતિ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સિંધુના ટ્રેનિંગ સેશનનો વીડિયોટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. આનંદે વીડિયો અંગે કહ્યું કે, હું આ વીડિયો જોઈને જ થાક અનુભવી રહ્યો છું. જોકે વીડિયો જોયા પછી ખબર પડી જાય છે કે તે વર્લ્ડ ચેમ્પિયન કેમ છે. ભારતની આવનારી પેઢી સિંધુની મહેનત જોઈને તેને ફોલો કરશે.


ર્કઆઉટમાં સિંધુના સખત પરિશ્રમને જોઇને મહિન્દ્રા પણ દંગ રહી ગયાં છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું, હું તો આ વીડિયોને જોઇને થાક અનુભવી રહ્યો છું. એક મીનિટ બે સેકેન્ડના આ વીડિયોને જોઇને તમે સિંધુની મહેનતનો અંદાજ લગાવી શકો છો. વીડિયોમાં પીવી સિંધુ સ્ટ્રેચિંગ અને વેટ લિફ્ટિંગ બંને પ્રકારના વર્કઆઉટ કરતાં નજરે આવી રહી છે.


અહેવાલો અનુસાર સિંધુએ આ એકેડેમીમાં ટૂર્નામેન્ટના 45 દિવસ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી શરૂ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે ગોપીચંદ એકેડમીમાં બેડમિંટન પ્રેક્ટિસ બાદ સિંધુ હૈદરાબાદમાં 60 કિલોમીટર મુસાફરી કરીને સુચિત્રા બેડમિંટન એકેડેમી જતી હતી અને સ્ટ્રેન્થ ટ્રેનર શ્રીકાંત વર્મા મડપલ્લી સાથે કલાકો સુધી ટ્રેનિંગ લેતી હતી. તેની ટ્રેનિંગ અને પ્રેક્ટિસ દરરોજ સવારે 4 વાગ્યે શરૂ થતી હતી.  11 વાગ્યા સુધી સતત પ્રેક્ટિસ કર્યા બાદ તેને બ્રેકફાસ્ટ માટે એક કલાક મળતો હતો. તે બાદ તે તરત જ ટ્રેનિંગ સ્પોટ પર પહોંચી જતી હતી.