ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર વોંકળામાં ઉતરી વીજપોલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કારાં સવાર 7 લોકોમાંથી 5નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પાંચેયનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
ફોર્ડ એન્ડેવર કાર જીજે 11 સીડી 0001 લઈને ઇશાંત ચંદાણી મિત્રો સાથે દીવ ફરવા માટે ગયા હતા. ગાંઠીલા પાસે અકસ્માત થતાં ઇશાંત સલીમભાઈ ચંદાણી (ઉંમર-19), એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી (ઉંમર-25), ભાવિક કાળુભાઇ મકવાણા (ઉંમર-24),
પાયલબેન વિનોદભાઈ લાઠીયા (ઉંમર-20) અને કુંજનબેન પ્રદીપગીરી અપારનાથી (ઉંમર-20)નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સુનિલ સોલંકી (ઉંમર-24) અને સમન સલીમભાઈ મીર (ઉંમર-15)ને ગંભીર ઇજા પહોંચી હતી.