નવી દિલ્હીઃવેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક ઓલરાઉન્ડર આંદ્રે રસેલે કેરેબિયન પ્રીમિયર લીગમાં જમૈકા તલવાહ અને સેન્ટ લૂસિયા જોઉક્સ વચ્ચેની મેચમાં માથા પર બોલ વાગ્યો હતો. બેટિંગ કરતા સમયે રસેલે હેલમેચ પહેર્યું હતું પરંતુ બોલ લાગ્યા બાદ રસેલને મેદાનની બહાર લઇ જવો પડ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, આ ઘટના ગુરુવારે સબાઇના પાર્કમાં તલવાહની બેટિંગ દરમિયાન 14મી ઓવરમાં બની હતી. જ્યારે રસેલ શૂન્ય રન પર રમી રહ્યો હતો. તેણે પુલ શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પુલ શોર્ટ રમવાના પ્રયાસ દરમિયાન બોલ રસેલના માથા પર વાગ્યો હતો. બાદમાં રસેલ મેદાન પર પડી ગયો હતો. બાકી ખેલાડીઓએ રસેલનું હેલમેટ હટાવીને તેની ઇજા જોઇ હતી.


14મી ઓવરમાં સેન્ટ લૂસિયાના બોલર હાર્ડસ વિલ્ઝોએને પાંચમી બોલ શોર્ટ પિચ નાખ હતી. અને રસેલે તેને પુલ કરવા માંગ્યો હતો. જોકે, રસેલ ટાઇમ કરી શક્યો નહોતો અને બોલ તેના ડાબા કાનની પાસે વાગ્યો હતો. રસેલ તરત જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં રસેલને સ્ટ્રેચર પર મેદાન બહાર લઇ જવાયો હતો. રસેલે હેલમેટ પર નેક ગાર્ડ લગાવ્યું નહોતું. બાદમાં રસેલનું સીટી સ્ક્રેન કરાયુ હતું. મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રસેલને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી.