અમદાવાદ: આજે મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તેવું હવામાન વિભાગનું માનવું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના બોટાદ-ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે, નર્મદાના સરદાર સરોવર કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ થશે. જ્યારે ગુજરાતમાં અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થસે. જોકે અમદાવાદમાં 15 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે. જોકે આજે દાહોદ અને અરવલ્લીમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ભારે વરસાદ ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી સહિત કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.