નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડકપ બાદ પોતાને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી સીરિઝથી અલગ રાખ્યો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પણ ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હવે આ મામલે દિગ્ગજ ખેલાડી અને કોચ અનિલ કુંબલેનું નિવેદન સામે આવ્યું છે.


ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલેએ કહ્યું કે, “વિશ્વાસ નથી કે દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની હાલની ટીમમાં જગ્યા મળવા દાવેદાર છે. એવામાં સિલેક્ટરોએ તેમના ભવિષ્યને લઇને ચર્ચા કરવી જોઇએ.



કુંબલેએ કહ્યું કે, ક્રિકેટમાં શાનદાન યોગદાન માટે ધોની યોગ્ય વિદાયના હકદાર છે અને પસંદગીકર્તાઓએ તેમની સાથે વાત કરવી જોઇએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીનું ભવિષ્ય ચર્ચાનો વિષય છે અને પસંદકર્તાઓ આ વાતના સંકેત આપ્યા છે કે તે આગળ વિચારી રહ્યા છે.


કુંબલેએ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમત ચાલુ રાખવા અંગે કહ્યું કે, “મને લાગે છે કે રિષભ પંતે નિશ્ચિત રીતે વિકેટકીપર-બેટ્સમેન તરીકે મજબૂત દાવો રજૂ કર્યો છે. ખાસ કરીને ટી-20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. એવામાં ધોની સાથે ચર્ચા કરવી જરૂરી છે. તે સારી વિદાયનો હકદાર છે અને તેની સાથે વાત કરવી જોઇએ.

કુંબલે કહ્યું કે જો પસંદકર્તાઓનું માનવું છે કે ધોની ટી20 વર્લ્ડ કપ યોજનામાં ફિટ બેસે છે, તો મને લાગે છે કે તેમણે દરેક મેચમાં રમવું જોઇએ. જો એવું નથી તો સિલેક્ટરોએ તેમના વિદાય અંગે ચર્ચા કરવી જોઇએ. કુંબલેએ કહ્યું કે મને લાગે છે કે તેણે આગામી બે મહિનામાં એવું કરવું જોઇએ.

ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન મિતાલીના સ્થાને માત્ર 15 વર્ષની આ છોકરીને મળ્યું સ્થાન, જાણો વિગત

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચટાડી ધૂળ, કેટલા રનોથી પાકિસ્તાનનો થયો પરાજય? જાણો વિગત

ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીને BCCIએ ફટકારી નોટીસ, કહ્યું- 7 દિવસની અંદર.....