કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ કહ્યું કે, મોરારિ બાપુનાં નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હજારો હરિભક્તોની લાગણી દુભાઈ છે ત્યારે ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધિ આપે. તેમણે કહ્યું કે, તેમનામાં સંતપણું દેખાતું નથી અને તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, મોરારિબાપુ અને બાબા રામદેવ ગમે તેવા બફાટ કરે છે અને જાહેરમાં ભગવાન કે સંતોનું અપમાન પણકરે છે. મોરારિબાપુ અને બાબા રામદેવ બાબાને સંતો કહીએ છીએ પણ મારા મતે તેમનામાં સંતો જેવું કશું દેખાતું નથી. તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે અને વાણી વિલાસ કરે છે.