નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ઇમેજ દુનિયાભરમાં એક આક્રમક ક્રિકેટરની છે. તેને અનેકવાર સાથી ખેલાડીઓ પર મેદાનમાં ગુસ્સે થતો જોયો હશે. અગાઉ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલરે રબાડાએ તો જાહેરમાં સ્વીકાર્યુ હતુ કે વિરાટ સૌથી વધારે ગુસ્સા વાળો ક્રિકેટર છે. જોકે, આમ વારંવાર ગુસ્સો થવા પાછળનું કારણ ખુદ તેની પત્ની અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું. જાણો શું છે તેના પાછળની હકીકત....

વિરાટ કોહલીની પત્ની અનુષ્કાએ ફિલ્મફેર મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કરતાં હકીકત જણાવી હતી કે વિરાટ કોહલી કેમ વારંવાર ગુસ્સે થઇ જાય છે. અનુષ્કાએ જણાવ્યું કે, વિરાટ કોહલી પર્સનલ લાઇફમાં એકદમ શાંત છે પણ માત્ર મેદાન પર જ આક્રમક રહે છે.



અનુષ્કાએ કહ્યું કે, તે ક્રિકેટ અને રમતને લઇને ખુબજ ઝનૂની છે, જેના કારણે તે મેદાન પર વારંવાર ગુસ્સે થઇ જાય છે. વિરાટ મેદાનની બહાર એકદમ શાંત સ્વભાવનો વ્યક્તિ છે.