✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંડર-19માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરને કેમ ના કરાયો પસંદ ? જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jun 2018 10:26 AM (IST)
1

મુંબઇઃ શ્રીલંકાના પ્રવાસ માટે આજે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત થઇ, તો દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર માટે એક ખાસ પ્રસંગ બની ગયો છે. અર્જુનને પહેલી વખત ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. જુનિયર તેંડુલકરની આ પસંદગી બાદ ભારતીય ટીમના ખેલાડીઓની યાદીમાં હવે એક વખત ફરીથી ‘તેંડુલકર’ ઉપનામ સામેલ થશે. અર્જુનની આ પહેલી મોટી સફળતા બાદ અર્જુનના પિતા તેંડુલકરે કહ્યું કે આ તેના (અર્જુન) જીવનનો ખાસ પડાવ છે.

2

3

4

બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બીસીસીઆઈ અને કોચ રાહુલ દ્રવિડના સ્પષ્ટ દિશાનિર્દેશ છે કે જે ખેલાડી આ વર્ષે 19 વર્ષની ઉંમરને પાર કરશે તેને ટીમમાં પસંદ કરાશે નહીં. ભલે પછી તે સારું પ્રદર્શન જ કેમ કરતા હોય. રાહુલના મતે આ ખેલાડીઓને રણજી ટ્રોફી મેચ રમવું જોઇએ. આથી ઘણા છોકરાઓ અર્જુનથી આગળ હતા તે ડિસ્ક્વોલિફાઇડ થઇ ગયા.

5

અર્જુનના કુચ બેહાર ટ્રોફી (રાષ્ટ્રીય અંડર-19)ની પાંચ મેચોમાં 18 વિકેટ છે અને એ સત્રમાં વિકેટ મેળવનાર બોલર્સની યાદીમાં 43મા નંબર પર છે. તેણે મધ્યપ્રદેશની વિરૂદ્ધ પાંચ વિકેટ (95 રન આપી પાંચ વિકેટ) લીધી હતી. દિલચસ્પ છે કે હિમાચલ પ્રદેશના આયુષ જામવાલ (50 વિકેટ)ને કોઇપણ ટીમમાં જગ્યા મળી નથી કારણ કે તેની ઉંમર વધુ થઇ ગઇ છે.

6

આપને જણાવી દઇએ કે 18 વર્ષનો અર્જુન ડાબા હાથનો ઝડપી બોલર છે અને નીચલા મધ્યક્રમમાં ઉપયોગ બેટ્સમેન પણ છે. તેની લંબાઇ છ ફૂટ એક ઇંચ છે. બેંગલુરૂમાં ગુરૂવારના રોજ ભારત અંડર-19 બે ટીમો જાહેર કરાઇ. તેનું નેતૃત્વ અનુજ રાવત અને આર્યન જુયાલ કરશે. આ પસંદગી બેઠક દિલચસ્પ બની ગઇ કારણ કે આશિષ કપૂર, જ્ઞાનેંદ્ર પાંડે અને રાકેશ પારિખની ત્રણ સભ્ય પસંદગી સમિતિએ જુનિયર તેંડુલકરને લાંબા ફોર્મેટ માટે પસંદ કર્યો.

7

જુનિયર તેંડુલકરની પસંદગી બાદ તેના પિતા સચિન તેંડુલકરે પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે અમને ખુશી છે કે અર્જુનને અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. તેની ક્રિકેટર કેરિયરમાં આ એક અગત્યનો પડાવ છે. અંજલી (તેંડુલકર) અને હું હંમેશા અર્જુનની પસંદને સપોર્ટ કરીએ છીએ અને તેની સફળતા માટે પ્રાર્થના કરીએ છીએ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અંડર-19માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરને કેમ ના કરાયો પસંદ ? જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.