6 લાખ કરોડ રૂપિયાની કંપની ચલાવનાર આ વ્યક્તિનો સતત 10મા વર્ષે પણ ન વધ્યો પગાર, જાણો કેટલો મળે છે પગાર
CEOના વેતનને પ્રોપેન્સિટી સ્તરે રાખવા અંગે ચાલતા વિવાદ વચ્ચે અંબાણીએ સ્વેચ્છાથી ઑક્ટોબર 2009માં પોતાના પગારની મર્યાદા બાંધી હતી. બીજી બાજુ અન્ય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થયો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને તેની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સતત 10માં વર્ષે 15 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. અંબાણીએ સ્વેચ્છાએ વિતેલા દસ વર્ષથી પગારમાં કોઈ વધારો નથી લીધો. 7 જૂનના રોજ કંપનીની માર્કેટ કેપિટલ 6.15 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીએ 2008-09થી પોતાનો પગાર, અન્ય લાભ, ભથ્થા તથા કમીશન 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત રાખ્યા છે. તે પહેલા તેનો પગાર વાર્ષિક અંદાજે 24 કરોડ રૂપિયા હતો.
2017-18માં તેમના મેહનતાણા પેટે 4.49 કરોડ રૂપિયામાં પગાર અને ભથ્થા સામેલ છે. 2016-17માં આ રકમ 4.16 કરોડ રૂપિયા હતી. જોકે, તેમનું કમિશન 9.53 કરોડ રૂપિયા યથાવત છે. બીજી તરફ અન્ય સુવિધાઓ માટે આપવામાં આવતી રકમ 60 લાખ રૂપિયાથી ઘટાડી 27 લાખ રૂપિયા કરી દેવાઈ છે.
અંબાણીના સંબંધી નિખિલ આર મેસવાની અને હિતલ આર મેસવાનીના વાર્ષિક પગાર 2017-18માં વધીને 19.99-19.99 કરોડ રૂપિયાએ પહોંચી ગયા છે જે 2016-17માં 16.85-16.85 કરોડ રૂપિયા હતા. અગાઉ 2015-16માં નિખિલને 14.42 અને હિતલને 14.41 કરોડ રૂપિયા પગાર મળ્યો હતો. 2014-15માં બંનેનો પગાર 12.03 કરોડ રૂપિયા હતો. તેમના મુખ્ય કાર્યકારીઓમાંથી એક PMS પ્રસાદ (એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર)નો પગાર 2017-18માં 8.99 કરોડ રહ્યો, જે 2016-17માં 7.87 કરોડ રૂપિયા હતો.
બીજી તરફ 31 માર્ચ 2018ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં તેમના સંબંધી નિખિલ અને હિતલ સહિતના પૂર્ણકાલિન ડાયરેક્ટરના પગારમાં સારો એવો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી અંબાણીનું મેહનતાણું 15 કરોડ રૂપિયા નક્કી કરાયેલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -