Asian Games 2023 Live update:શનિવારે એશિયન ગેમ્સમાં, ભારતીય બોક્સર પ્રીતિ પવારે મહિલાઓની 54 કિગ્રા સેમિફાઇનલમાં પ્રવેશ કરીને પેરિસ ઓલિમ્પિક માટેનો ક્વોટા સુરક્ષિત કર્યો  છે અને પોતાનું  મેડલ પણ નિશ્ચિત કર્યું છે.


 ભારતીય બોક્સર પ્રીતિ પવારે શનિવારે એશિયન ગેમ્સમાં મહિલાઓની 54 કિગ્રા સેમિફાઇનલમાં પ્રવેશ કરીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા સુરક્ષિત કર્યો અને મેડલ પણ નિશ્ચિત કર્યું છે.  ઓગણીસ વર્ષની પ્રીતિએ ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને વર્તમાન એશિયન ચેમ્પિયન કઝાકિસ્તાનની ઝૈના શશેરબેકોવાને 4થી પરાજય આપ્યો હતો.


પ્રીતિએ આક્રમક શરૂઆત કરી હતી પરંતુ તેના અનુભવી પ્રતિસ્પર્ધીએ પણ સારૂ પ્રદર્શ કર્યું હતું તેમ છતાં પણ  પ્રીતિ પ્રથમ રાઉન્ડમાં 3.3 પોઈન્ટ મેળવ્યા. 2ની લીડ લીધી હતી. છેલ્લી ત્રણ મિનિટમાં બંને બોક્સરોએ એકબીજા પર જોરદાર મુક્કા માર્યા હતા પરંતુ તે એટલા  સચોટ નહોતા.


 આ દરમિયાન કઝાકિસ્તાનની ખેલાડી પર થાક હાવિ થઇ ગઇ હતી અને પ્રીતિએ પોતાની આક્રમકતા જાળવી રાખીને જીત મેળવી. આ પહેલા નિખત ઝરીન પણ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી ચૂકી છે. મહિલા વર્ગમાં, 50 કિગ્રા, 54 કિગ્રા, 57 કિગ્રા અને 60 કિગ્રામાં સેમિફાઇનલમાં પહોંચનાર બોક્સરો અને 66 કિગ્રા અને 75 કિગ્રામાં ફાઇનલમાં પહોંચનાર બોક્સરોને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા મળશે.