IND vs ENG World Cup 2023 Warm-up Match: આઇસીસીનો ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023 શરૂ થઇ રહ્યો છે, અત્યારે ટૂર્નામેન્ટ પહેલા આ વૉર્મ-અપ મેચો રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ વૉર્મ-અપ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ છે. આ મેચ શનિવારે ગોવાહાટી રમાશે. ઈંગ્લેન્ડ સામે ભારતના વનડે રેકોર્ડ પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 106માંથી 57 મેચ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડે 44 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની નંબર વન પર છે.


વર્લ્ડકપ 2023માં ભારતની ઈંગ્લેન્ડ સામે 29 ઓક્ટોબરે મેચ છે. આ મેચ લખનઉમાં રમાશે. આ પહેલા વૉર્મ-અપ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયા પોતાના મહત્વના ખેલાડીઓને વૉર્મ-અપ મેચમાં ઉતારશે. આ મેચ ખેલાડીઓને તૈયાર કરવામાં મદદ કરશે. રોહિત શર્મા વર્લ્ડકપમાં ભારતની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.


ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ વનડે રન બનાવનાર ભારતીય ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો ધોની નંબર વન પર છે. ધોનીએ 48 મેચમાં 1546 રન બનાવ્યા છે. તેણે એક સદી અને 10 અડધી સદી ફટકારી છે. ભારતના વર્તમાન ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી ટોચ પર છે. કોહલીએ 35 મેચમાં 1340 રન બનાવ્યા છે. તેણે ઈંગ્લેન્ડ સામે 3 સદી અને 9 અડધી સદી ફટકારી છે. કોહલી વૉર્મ-અપ મેચ માટે મેદાનમાં ઉતરી શકે છે.


ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી વનડે મેચ જુલાઈ 2022માં રમાઈ હતી. માન્ચેસ્ટર વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. આ પહેલા તેને લોર્ડ્સની વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે જુલાઈમાં જ ઓવલ ખાતે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. હવે લાંબા સમય બાદ ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે.